કોંગ્રેસના ફાયરબ્રાંડ નેતા અને તેજ તર્રાર પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહી દેતા ગુજરાત કોંગ્રેસમાં રાજકિય ભૂકંપ આવી જવા પામ્યો હતો.
ખેરાલુ વિધાનસભાથી આવતા અને ક્ષત્રિય ચહેરો એવા કોંગ્રેસના પીઢ નેતા જયરાજસિંહ પરમાર છેલ્લા ઘણા સમયથી નારાડ ચાલી રહ્યા હતા જેના લીધે આજરોજ એમણે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે.
2007-2012- અને 2017 માં કોંગ્રેસે જયરાજસિંહની ઉપેક્ષા કરી હતી અને લગાતાર ટિકિટ આપી ન હતી. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ હોવાની પણ વાત જયરાજસિંહ નિરંતર ઉઠાવતા રહ્યા હતા પણ કોંગ્રેસે એમના અનુભવ અને ક્ષમતાની કદર નહી કરતા જયરાજસિંહે પોતે થાક્યા હોવાની વાત પણ કરી. લગાતાર થતી ઉપેક્ષા અને સંગઠનમાં પક્ષ ધ્યાને ન લેતા જયરાજસિંહ પોતાની નારાજગી જાહેર પણ કરી ચુક્યા હતા. ખેરાલુ વિધાનસભા પર જયરાજસિંહ પરમાર ખૂબ મોટો ક્ષત્રિય ચહેરો માનવામાં આવે છે અને કોંગ્રેસમાં રહીને જયરાજસિંહે કોંગ્રેસને મજબુત કરવા બહું મોટો સમય અને મહેનત આપી છે. કોંગ્રેસ પ્રવક્તા તરીકે પોતાની ફરજ દરમ્યાન ગુજરાત સહિત દેશમાં ફાયરબ્રાંડ પ્રવક્તા તરીકેની પોતાની આગવી છાપ રાજનીતિમાં છોડેલી છે. ઘણા સમયથી જયરાજસિંહ કોંગ્રેસ છોડશે એવી અટકળો રાજકિય ગલિયારામાં વહેતી થયેલી હતી અને આજરોજ કોંગ્રેસ છોડી દેતા બધી વાતો સાચી સાબિત થઈ હતી.
જયરાજસિંહે વધુમાં જણાવ્યું કે પક્ષમાં કોઈ સાંભળતું ન હોવાથી અને પાયાના સંગઠનનો અભાવ હોવાથી કોંગ્રેસ છોડી રહ્યો છું અને કોંગ્રેસમાંથી કોઈ નેતાએ મનાવવાની પણ કોશિશ ન કરી હોવાનું પણ દુખ ઠાલવ્યું હતું.
કોંગ્રેસ છોડતા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન થવાની સંભાવનાઓ પણ વહેતી થઈ છે અને આગામી સમયમાં ભાજપમાં જોડાય ખેરાલુ વિધાનસભાથી આગામી ચુંટણી લડે એવી સંભાવના રહેલી છે…
ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં રાજકીય ઉથલ પાથલો જોવા મળી શકે છે અને પક્ષ પલટાનઓ દોર પણ શરૂ થઈ શકે છે.
રિપોર્ટ:-રોનિત બારોટ ખેરાલુ
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper