કેન્દ્ર સરકારે ૯ રાજ્યમાં હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જાે આપવાની માગ કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખમાં હિન્દુઓને લઘુમતિ જાહેર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકાર અનુસાર રાજ્ય સરકારને હિન્દુઓને લઘુમતિ જાહેર કરવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે જમ્મુ અને કાશ્મીર,મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખ રાજ્ય સ્તરે લઘુમતિ જૂથોની ઓળખ માટે માર્ગદર્શિકા આપી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે હિન્દુ, જૈન સમાજ, જમ્મુ અને કાશ્મીર,મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેગાલય, અરૂણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખ રાજ્યમાં તેમની પસંદગી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યુ હતું કે મહારાષ્ટ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં યહુદીઓને લઘુમતિ જાહર કર્યા હતા.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે રાજ્ય સરકારો પણ હિંદુઓ સહિત ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને રાજ્યની સરહદમાં લઘુમતી તરીકે જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે આ દલીલ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આપી છે, જેમાં તેમણે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાન અધિનિયમ, ૨૦૦૪ની કલમ ૨ (ક) ની માન્યતાને પડકારી છે. અરજદારે દેશના અલગ-અલગ રાજ્યોમાં લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા નક્કી કરવા માટે નિર્દેશોની માંગ કરી છે. તેમની દલીલ એવી છે કે દેશના ઓછામાં ઓછા ૧૦ રાજ્યોમાં હિંદુઓ પણ લઘુમતી છે, પરંતુ તેમને લઘુમતી યોજનાઓનો લાભ મળતો નથી. લઘુમતી બાબતોના મંત્રાલયે તેના જવાબમાં કહ્યું છે કે હિન્દુ, યહૂદી, બહાઈ ધર્મના અનુયાયીઓ આ રાજ્યોમાં તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી શકે છે. ૭ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ પછી ૩૧ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ૭૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હકીકતમાં, આ અરજી ૨૦૦૨ના ્સ્છ પાઈ કેસમાં સુપ્રીમ કોર્ટના બહુમતી ર્નિણય પર આધારિત છે.
જણાવવું રહ્યું કે ્સ્છ પાઈ ફાઉન્ડેશન કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજ્યને તેની મર્યાદામાં લઘુમતી સંસ્થાઓમાં રાષ્ટ્રીય હિતમાં ઉચ્ચ-કુશળ શિક્ષકો પ્રદાન કરવા માટે નિયમનકારી વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે જેથી કરીને શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય.સર્વોચ્ચ અદાલતે અગાઉ કેન્દ્રની લઘુમતી, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી તરીકે પાંચ સમુદાયોની ઘોષણા સામે વિવિધ ઉચ્ચ અદાલતોમાં દાખલ કરેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી અને મુખ્ય પિટિશન સાથે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper