કોલકાતા નાઈટ રાઈડર્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૫મી સીઝનની ભવ્ય શરૂઆત કરી અને ૨ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. દરમિયાન કોલકાતા ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે તેની ટીમના વિકેટકીપર-બેટ્સમેન શેલ્ડન જેક્સનની તુલના ભારતીય ટીમના મહાન ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની અને વેસ્ટ ઈન્ડિઝના પાવર-હિટર આન્દ્રે રસેલ સાથે કરી છે. આ સિઝનની પ્રથમ મેચમાં શેલ્ડન જેક્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેના શાનદાર સ્ટમ્પિંગથી બ્રેન્ડન મેક્કુલમને પ્રભાવિત કર્યા હતા. તે દરમિયાન તેણે સીએસકેના બેટ્સમેન રોબિન ઉથપ્પાને આઉટ કરવા માટે વીજળીની ઝડપે સ્ટમ્પ કર્યો અને ઉથપ્પાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. શેલ્ડન જેક્સનને હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળ્યું નથી. પરંતુ તેણે સ્થાનિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
તે ૨૦૧૩ અને ૨૦૧૪ સીઝનમાં ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહ્યો છે. બ્રેન્ડન મેક્કુલમે તેની પ્રશંસા કરીને અને કહ્યું કે તે વધુ સારું રમી રહ્યો છે. દ્ભદ્ભઇના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમને સ્પોર્ટસ્ટાર સાથે વાત કરતા કહ્યું કે, “શેલ્ડન સમય સાથે વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે અત્યારે ૩૫ વર્ષનો છે. પરંતુ છેલ્લા ૨ વર્ષમાં તેની રમતમાં સારો સુધારો જાેવા મળ્યો છે. તેની પાસે બોલને પ્રહાર કરવાની સારી ક્ષમતા છે. જાે કે તે આન્દ્રે રસેલની બરાબરી નથી. પરંતુ તે તેના રસ્તે ચોક્કસપણે છે. મને ખાતરી છે કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ તેમ તેને તકો મળશે અને અમે તેને વધુ સારું પ્રદર્શન કરતા જાેવા મળશે.” તેણે આગળ કહ્યું, “શેલ્ડન જેક્સન દ્વારા શાનદાર વિકેટકીપિંગ કરવામાં આવી છે. તે એમએસ ધોનીની જેમ વિકેટકીપરિંગ કરી શકે છે. કારણ કે તેણે વિકેટકીપિંગમાં ધોની જેવા તીક્ષ્ણ હાથ અને સ્પિન સેન્સનો ઉપયોગ કર્યો છે. તે જાણતો હતો કે બોલરો શું કરવા માંગે છે. તે હજી વધુ સારું કરવા માટે આતુર છે. ”
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper