પંચમહાલ જિલ્લાના કાલોલ સર્કિટ હાઉસ ખાતે પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ઇસ્માઇલભાઇ જભા નાં અધ્યક્ષ સ્થાને પત્રકાર એકતા સંગઠન ની મિટિંગ યોજાઈ હતી.
આ કાર્યક્રમ માં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી ઇસ્માઇલભાઇ જભા તેમજ અન્ય હોદ્દેદારશ્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પોતાનું પ્રાસંગિક ઉદ્દનોધન આપતા ઇસ્માઇલભાઇ જભા દ્વારા થોડા સમય પહેલા જ પંચમહાલ જિલ્લા મિટિંગ નાં પોતાના અનુભવો કાલોલ તાલુકાના પત્રકારો સાથે વહેચ્યાં હતા અને પત્રકાર એકતા સંગઠન એ ગુજરાત નું એકમાત્ર વિશાળ અને પત્રકારોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે તેમ જણાવતા તમામ પત્રકાર મિત્રો ને સંગઠન નાં કાર્યો થી અવગત કરાવ્યા હતા.
પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા યોજી કાલોલ તાલુકા પ્રમુખ તરીકે નૂર મોહંમદ બાલા ને સર્વાનુમતે નિમણુક આપવામાં આવી હતી.કાલોલ તાલુકાનું જિલ્લામાં પ્રતિનિધિત્વ કરવા જિલ્લા મહા મંત્રી તરીકે જયવીર સિંહ સોલંકી ની વરણી કરવામાં આવી હતી.
તેમજ ઉપ પ્રમુખ તરીકે વિજય ભાઈ વાઘેલા , લુકમાન ભાઈ ખુધા, મહા મંત્રી તરીકે ઝાકીર ભાઈ શેખ , સેહજાદ પઠાણ , જયદીપ ઠાકોર, મંત્રી તરીકે સુનિલભાઈ બેલદાર, ઇમરાન ભાઈ પાડવા, સહ મંત્રી તરીકે યોગેશ ભાઈ કાછીયા, સોકત ભાઈ ગલ્લા, ખજાનચી તરીકે અતુલ ભાઈ સોની અને કાલોલ આઈ ટી સેલ તરીકે ઇમરાન પઠાણ ની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી.