એસ.ઓ.જી.એ ૨ કાર્ટીજ, ૧ છરો અને કાર સહિત રૂપિયા ૨.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મહેસાણા પોલીસને મોટી સફળતા મળી છે.મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબે ગુનાખોરીને નાથવા માટે સૂચના આપેલી હતી જેના અનુસંધાને મહેસાણા એસ.ઓ.જી. ના ટીમે કડીના દેત્રોજ રોડ ઉપરથી ગેરકાયદે પિસ્તોલ, ૨ કાર્ટીજ, ૧ છરા સાથે કારમાં જઈ રહેલા ૪ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પિસ્તોલ પાટડીના ઝીંઝુવાડાના શખ્સે આપેલી હોવાથી એસઓજીએ ૫ શખ્સો સામે ગુનો નોંધાવી પાંચમા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એ.યુ.રોઝ તેમજ સ્ટાફના માણસો કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે દેત્રોજ રોડ ઉપર ટોયોટા ઈટીઓસ(જીજે-૧૩ સીસી-૧૨૦૧)માં ૪ શખ્સો પાસેથી પિસ્તોલ ૪ શખ્સોને ગેરકાયદે પિસ્તોલ, ૨ જીવતા કાર્ટીજ, ૧ છરા સાથે ઝડપી લીધા હતા. એસઓજીએ કાર સાથે રૂપિયા ૨,૨૨,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરતાં પિસ્તોલ ઝીંઝુવાડાના લાલભા ઝાલાએ આપી હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીઓના નામ
૧. સોલંકી અશોકસિંહ દીલુભા રહે. હઠીપુરા, તા.દેત્રોજ
૨. ઝાલા ભાથીભા ઉર્ફે ભગીરથ પ્રતાપસિંહ રહે. હાલ, લવકુશ સોસાયટી, સુજાતપુરા રોડ, કડી, મૂળ રહે.ઝીંઝુવાડા, તા-પાટડી
૩. ઝાલા યશપાલસિંહ રણુભા રહે. હાલ, દેકાવાડા, તા.દેત્રોજ, મૂળ રહે. ઝીંઝુવાડા, તા.પાટડી
૪. ઝાલા લાલભા ઉર્ફે સિધ્ધરાજસિંહ ઈન્દ્રસિંહ રહે.ઝીંઝુવાડા, તા.પાટડી
૫. ઝાલા લાલભા ઉર્ફે બિહારી કુંવરસિંહ રહે. ઝીંઝુવાડા, તા.પાટડી (વોન્ટેડ)