કચ્છ જિલ્લો મોટો હોવાથી પૂર્વ અને પશ્ચિમ બે સંગઠનના નિર્ણય બાદ બંનેમાં કારોબારી સમિતિની રચના કરાઈ..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા સહિત અનેક પ્રદેશ આગેવાનોની હાજરી…
પક્ષિમ્ કચ્છ જિલ્લા ભુજ ના પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર શ્રી નવીનભાઈ મહેતા ની સર્વાનુમતે ની નિમણુક..
પ્રદેશ કારોબારી સમિતીમાં શ્રી જયમાલસિંહ જાડેજા કચ્છ નું પ્રતિનિધિત્વ કરશે..
ભુજ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાત ની એક ખાસ કારોબારી ની રચના કરવા માટે ની મિટિંગ કચ્છ જિલ્લા ના પક્ષિમ્ કચ્છ ભુજ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આ મિટિંગમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી આર.બી રાઠોડ - પાલીતાણા, મુકેશભાઈ સખીયા - જુનાગઢ, શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ - મહેસાણા, શ્રી જગદીશસિહ રાજપૂત - બનાસકાંઠા, શ્રી સમિર બાવાણી - ભાવનગર, ઝોન - ૯ ના પ્રભારી શ્રી ભરતસિહ રાઠોડ - અરવલ્લી, સહ પ્રભારી શ્રી દિનેશભાઈ કલાલ - અમદાવાદ સહિતનાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા..
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવો, સ્થાનિક વરિષ્ઠ પત્રકારોના વરદ હસ્તે કરવામાં આવ્યા, બાદ ઉપરોક્ત પ્રદેશ આગેવાનો અને મહેમાનોનું ફૂલ હાર થી સ્વાગત સ્થાનિક પત્રકારોએ કર્યું હતું.. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આઇ.ટી. સેલ ના શ્રી સમિર બાવાણી એ કર્યું હતું..
પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા એ આ સંગઠન નો પ્રારંભ કયારે કર્યો, કેટલા જિલ્લા ના પત્રકારો ની હાજરી હતી, કેટલા પત્રકારો હાજર હતા.. અને સર્વાનુમતે સંગઠન નું નામ પણ નક્કી કરવામાં આવ્યું હતું, તેમજ ૩૧ જિલ્લા ના તાલુકા કારોબારી તેમજ જિલ્લા કારોબારી સહિતના સંગઠન પૂર્ણ કર્યા ની માહિતી આપી હતી..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ પત્રકાર એકતા પરિષદ દ્વારા સરકારમાં રજૂ કરેલા ૧૪ મુદ્દાઓ ની માંગ રજૂ કર્યા ની વાત સાથે વાટાઘાટો થી કેટલા પ્રશ્નોના ઉકેલ આવશે તેની પણ ચર્ચા થઈ હતી. સંપૂર્ણ ગાઈડ લાઈન નીતિ નિયમો સાથે સંગઠન કાર્ય કરતું હોવા સહિત શ્રી સી.આર પાટિલ સાથે થયેલી ચર્ચા ની વાત રજૂ કરતાં સૌ હાજર પત્રકારોએ હર્ષભેર તાળીઓ પાડી ખુશાલી વ્યક્ત કરી હતી..!
કચ્છ જિલ્લો ખૂબ મોટો હોવાથી,બે ભાગમાં વહેંચી પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ આમ બે સંગઠન કરવા કરેલ નિર્ણય પૈકી આજે કચ્છ પક્ષિમ્ ની મિટિંગ નું આયોજન કરવામાં આવતા, સંપૂર્ણ માર્ગદર્શન બાદ સર્વાનુમતે લોકશાહી પદ્ધત્તિ એ સંગઠનની રચના કરવા ગૌરાંગભાઈ પંડ્યા ને જવાબદારી સોંપવામાં આવી હતી..જેમાં કચ્છ પક્ષિમ્ ભુજ વિસ્તાર માં પ્રમુખ તરીકે શ્રી નવીનભાઈ મહેતા , ઉપ પ્રમુખ તરીકે શ્રી રમેશદાન ગઢવી , મહામંત્રી તરીકે શ્રી વિજયભાઈ ઘેલાણીની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી..
આજની મિટિંગમાં નીમણુંક પામેલા કચ્છ પક્ષિમ્ જિલ્લાના હોદ્દેદારોને ફૂલ હાર કરી સન્માનિત કરી નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા. નવી રચાયેલ પક્ષિમ્ કચ્છની કારોબારીને સૌએ હરખભેર સન્માન કરી મજબૂત સંગઠન ના નિર્માણ નો કોલ આપ્યો હતો...
છેલ્લે નાસ્તો કરી,સમૂહ ફોટો પાડી મિટિંગ પૂર્ણ જાહેર કરી હતી.