ઉનાળાના આકરા તાપ અને ગરમીના માહોલમાં ગતમધરાત્રીએ રાપર નજીક આવેલા ધરતીકંપના આંચકોએ લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. દરમ્યાન આંચકાના પગલે કોઈ સ્થળે કોઈજ નુકશાન પહોંચ્યું નથી.કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા વર્ષ ૨૦૦૧ના મહાભૂંકપ બાદ અવિરત આવતા રહે છે. ખાસ કરીને જે તે સમયે કેન્દ્ર બિંદુ ધરાવતા ભચાઉ વિસ્તારમાં આફટરશોકની સંખ્યા વિશેષ નોંધાઇ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી વાગડ ફોલ્ટલાઈનમાં રાપર વિસ્તારમાં આંચકાઓનું પ્રમાણ વધી ગયા છે. જેમાં રાપર શહેરથી ૧ કિલોમીટર દૂર વધુ એક ૩.૨ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. જાેકે દિવસભર ઉકળાટમાં પસાર કર્યા બાદ ઊંડી ઊંઘ માનતા લોકોને આંચકનો અનુભવ થયો ના હતો.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper