બહુ ઓછા લોકો જાણતા હશે કે હૃતિક રોશને પહેલીવાર છ વર્ષની ઉંમરે ફિલ્મ ‘આશા’ માં કામ કર્યું હતું અને આ ફિલ્મ ૧૯૮૦માં આવી હતી. આ પછી તે ‘આપ કે દીવાને’, ‘આસ-પાસ’માં જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૦૦માં હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. હૃતિક પ્રીતિ ઝિન્ટા સાથે ‘તારા રમ પમ પમ’માં ડેબ્યૂ કરવાનો હતો. પરંતુ બાદમાં તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, રાકેશ આ ફિલ્મ માટે શાહરૂખને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં અને પછી હૃતિકે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. એક્ટરનું ફિમેલ ફેન બનવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ પહેલી ફિલ્મ બાદ તેને ૩૦ હજારથી વધુ લગ્નના પ્રસ્તાવ મળ્યા. ‘કહો ના પ્યાર હૈ’ પછી હૃતિકે ક્યારેય પાછું વળીને જાેયું નથી. કપિલના શોમાં હૃતિકે કહ્યું હતું કે તેને તેના માતા-પિતા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો, ખાસ કરીને નાસ્તાના સમયે. કારણ કે મારા પિતા પરાઠા, ઈંડા, ભુરજીમાં જામ નાખતા હતા અને તેથી મારું મોં બગડતુ હતું. શોમાં હૃતિકની માતા સુનૈનાએ કહ્યું હતું કે જાે કોઈ હૃતિકના વાળને અડતા હતા તો તે ગુસ્સે થઈ જતા હતા. જાે હું પણ વાળને અડતી હતી ત્યારે પણ તે ગુસ્સે થઈ જતો હતો. ફિલ્મો સિવાય હૃતિક રોશન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેતાએ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ ૨૦૧૪માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ બંને સારા મિત્રોની જેમ સમય વિતાવે છે. આ સિવાય હૃતિકનું નામ કંગનાના કારણે પણ વિવાદોમાં હતું. અભિનેત્રીએ તેના પર અફેરમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને હેન્ડસમ હંક હૃતિક રોશન પોતાનો ૪૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક્ટરે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. હૃતિક પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનનો પુત્ર છે. એક્ટર તેની ડાન્સ સ્ટાઇલ માટે જાણીતો છે. તેને જાેઈને ઘણા લોકો ડાન્સ કરવા લાગ્યા છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper