અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જોકે સમગ્ર જીલ્લામાં એબીવીપીનો અભ્યાસ વર્ગ યોજી વિવિધ જવાબદારીઓ સોંપી વર્ષ દરમિયાન કામગીરી કરાય છે ત્યારે અંબાજી નગરનો અભ્યાસ વર્ગ ગતરોજ અંબાજી કોલેજ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો.
જેમાં અંબાજી નગરમંત્રી તરીકે મંથન ભાઈ પટેલ, સહમંત્રી તરીકે નિકુંજભાઈ પટેલ અને સોનુબેન ખારોલ સહિત ની અન્ય વિવિધ જવાબદારીઓ સોંપી જયઘોષ સાથે નગર ઘોષણા કરાઈ હતી, તેમજ અંબાજી શાખાના પૂર્વ નગરમંત્રી અંકિત ખારોલ દ્વારા નવીન જવાબદારી મેળવેલ નગરમંત્રીનું વિધાર્થી પરિષદનો ખેસ પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંબાજી શાખાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.