ઉમતા ગામમાં બાળકોનું અપહરણ થયું હોવાની અફવા

0
31

શાળાના બાળકોએ અન્ય બાળકોના અપહરણની અફવા ફેલાવી પોલીસ તંત્રને દોડતું કર્યું

વિસનગર તાલુકા પોલીસ અને મહેસાણા એલસીબી પોલીસ સ્થળ પર પહોંચી

વિસનગર તાલુકાના ઉમતા ગામે ચકચાર મચી જાય તેવી ઘટના સામે આવી હતી. ઉમતા ગામની પ્રાથમિક કુમાર શાળાના બાળકોના અપહરણ ની ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધી હતી. જેમાં બાળકો દ્વારા સવારે 9-30 કલાકે બાળકોનું અપહરણ થયું હોવાની અફવા ફેલાવાથી પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. અફવાને લઈ સરપંચ સહિત ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આમ સમગ્ર ઘટના પર પોલીસ દ્વારા નાકાબંધી કરી 4 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી.તમામ નિવેદનો લીધા બાદ શાળાના નાના બાળકો દ્વારા આ અફવા ફેલાવી હોવાની જણાવ્યું હતું.

આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ઉમતા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય રાઠોડ મનીષભાઈ પૂછતા જણાવ્યું હતું કે આ ઘટના સવારે લગભગ 9-30 કલાકે બની છે. હકીકત માં તપાસ કરતા જાણવા મળ્યું કે ધોરણ 3 ના વિદ્યાર્થીઓ દ્વારા રમત રમત માં એક અફવા ફેલાવી જે અફવાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તમામ ધોરણ 1 થી ધોરણ 8 ના 264 બાળકોનું વેરીફીકેશન થયું. જેમાં તમામ બાળકો શાળામાં હાજર હતા. આ ઘટના ને લઈ સરપંચ, ઉપ સરપંચ સહિત સભ્યો આવીને પોલીસ ને જાણ કરી તાબડતોડ તપાસ કરી વેરીફીકેશન કરી કોઈ બાળક મીસિંગ નથી તેવું તેમાં સહકાર આપ્યો.

અફવાને લઈ પોલીસ તંત્ર દોડતું થયું

ઉમતા ગામે બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવાને લઇ પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં મહેસાણા એલસીબી પોલીસ, વિસનગર તાલુકા પોલીસ સહિત ઉમતા ગામે આવી તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે ચાર કલાક ની તપાસ બાદ શાળામાંથી કોઈ બાળક મિસિંગ થયું નથી અને આ ઘટના અફવા હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનામાં કિન્નરો ની તપાસ કરાઇ

આ ઘટના ને લઈ પોલીસ દ્વારા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં કિન્નરો દ્વારા બાળકોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા કિન્નરો સાથે પણ વાતચીત કરી તેમના નિવેદન લઈ તપાસ કરવામાં આવી હતી.

અફવાને લઈ ગામ લોકોના ટોળા ઉમટ્યા

સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમતા ગામના ગામલોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલ આગળ આવી પહોંચ્યા હતા. જેમાં અફવા હોવાનું જાણવા મળતાં રાહત અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here