ઉનાવા મીરાંદાતાર દરગાહના મુજાવર (પુજારી) તેમના મિત્ર સાથે એક્ટિવામાં પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા, ત્યારે ઉનાવા હાઇવે ક્રોસ કરી મહેસાણા તરફ હાઇવે ઉપર એક્ટિવા લઇને પીછો કરતાં એક શખ્સે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જાેકે, એક્ટિવા ભગાડી મૂકતાં ગોળી વાગી નહોતી અને મુજાવર તેમજ તેમના મિત્રનો બચાવ થયો હતો. મુજાવરે ઉનાવા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાખર ગામના બંને શખ્સોને દબોચી લીધા હતા. ઉલ્લેખનિય છે કે, એક દિવસ પહેલાં મુજાવરોએ રફીક જાફરશાને તમે કેમ છોકરાઓને બસ સ્ટેન્ડ ઉપર ભેગા કરીને બેસો છો તેમ કહેતાં બોલાચાલી થઇ હતી, જેનું મનદુઃખ રાખી અદાવત રાખી જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરી ખૂનની કોશિશ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઊંઝાના ઉનાવા વલ્લુપુરામાં રહેતા મીરાંદાતાર દરગાહના મુજાવર (પુજારી) જફરઅલી ઇરફાનઅલી સૈયદને શનિવારે મધરાતે તેમના મિત્ર મનસુરભાઇએ એક્ટિવામાં હાઇવે પર એસઆર પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવીને આવવાનું કહેતાં હુસેનીચોકથી તેમના એક્ટિવા (જીજે ૦૨ ડીએલ ૩૮૭૮) પાછળ બેસી મામુશા દરગાહ થઇ હાઇવે તરફ જતા હતા.
ત્યારે ૧-૧૫ વાગે ઉનાવા એપીએમસી પહોંચતાં પાછળથી એક્ટિવા લઇને આવેલ શખ્સ જફરઅલી ઉભો રહે તેવી બૂમો મારી ગાળો બોલતો હતો. તે એક્ટિવા ભાંખરનો સૈયદ અબ્દુલવહાબ ચલાવતો હતો અને તેમની પાછળ ઉનાવા નવાવાસનો ફકીર જાફરશા ઉર્ફે ઇમ્તિયાઝ હેબુબશા બેઠો હતો અને ફકીર જાફરશાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર હોઇ મુજાવર જફરઅલીએ મિત્ર મનસુરભાઇને કહેલું કે આ ઇમ્તિયાઝ સાંઇ છે ભગાવ કહેતાં એક્ટિવા એસ્સાર પેટ્રોલપંપની આગળ હાઇવે ક્રોસ કરી મહેસાણા તરફ જતાં હાઇવે ઉપર ભગાડી મૂક્યું હતું. જાેકે, પીછો કરી રહેલા એક શખ્સે પાછળથી ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ગોળી વાગી નહોતી. આ ઘટનાથી ગભરાઇ ગયેલા. મુજાવર સહિત બંને જણા ઐઠોર પીકઅપ સ્ટેન્ડ થઇ આલ્ફા હોટલ પહોંચી ગયા હતા.
આ બનાવ અંગે મીરાંદાતાર દરગાહના મુજાવર જફરઅલી ઇરફાનઅલી સૈયદે ઉનાવા પોલીસ સ્ટેશનમાં જાફરશા ઉર્ફે ઇમ્પિયાઝ મહેબુબશા ફકીર (રહે. નવાવાસ ફકીર ઇસ્માઇશાના ઘરે) અને ભાંખરના અબ્દુલવહાબ સૈયદ વિરુદ્ધ ખૂનની કોશિશ તેમજ હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. બનાવના પગલે વિસનગર ડીવાયએસપી ઉનાવા દોડી ગયા હતા અને પોલીસ પેટ્રોલિંગ સઘન કરાયું હતું.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper