અભ્યાસ સાથે ચારિત્ર્ય ઘડતર થાય માટે ક્રેડિટ કોર્સ શરૂ કરવા નિર્ણય
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં બે સભ્યોની ટીમ પૂર્ણ થતાં નવીન બે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ આગામી નવા શૈક્ષણિક વર્ષમાં નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંગે ચર્ચાઓ કરાઈ હતી તેમજ નવીન શરૂ થતા શૈક્ષણિક વર્ષથી સંલગ્ન કોલેજોમાં અભ્યાસક્રમની સાથે વધારાના ક્રેડિટ કોર્ષ શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં હવે ભગવદગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની 515 કોલેજોમાં નવીન શૈક્ષણિક વર્ષ જૂન મહિનાથી આરંભ થનાર છે. જેમાં નવીન અભ્યાસક્રમની ચર્ચા અને નવીન શિક્ષણ નીતિ આયોજન અંગે ચર્ચા માટે મંગળવારે વહીવટી ભવન ખાતે એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં બે સભ્યોની કામ પૂર્ણ થતા કમિટીમાં પાટણ ફેમેલ સાયન્સ કોલેજના કેમેસ્ટ્રીના વિષયના પ્રોફેસર ડોક્ટર સુરેશ દેસાઇ અને અમદાવાદના માઇક્રોબાયોલોજીના અધ્યક્ષ કિરણસિંહ રાજપુતની ક્રોપ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં સભ્યો દ્વારા નવીન શિક્ષણ નીતિની રૂપરેખા પર પરામર્શ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત નવીન શૈક્ષણિક વર્ષમાં કોલેજોમાં અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓનું ચારિત્રનું ઘડતર થાય માટે વધારાના ક્રેડિટ કોર્ષમાં ભગવદગીતા, સ્વામી નારાયણ સંતો દ્વારા બનાવેલા પ્રેરણાત્મક અને ઘડતર વિષય સહિત રોજગારી લક્ષી કોર્સ શરૂ કરવામાં આવનાર છે. જેનું ટૂંક સમયમાં વિસ્તૃત આયોજન કરી કોલેજોમાં અમલીકરણ કરાશે.તેવું એકેડેમિક કાઉન્સિલ સભ્ય ડૉ. એલ.એસ.પટેલે જણાવ્યું હતું.
Source – divya bhaskar