ઈસીટીએ બેઠકમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે સંમતિ થઈ

0
154

ટેક્નોલોજી ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે (દ્ગછજીજીર્ઝ્રંસ્) સરકારના સ્ટેન્ડને આવકાર્યું છે જેમાં ડબલ ટેક્સેશનના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. હકીકતમાં તાજેતરમાં યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ઈઝ્ર્‌છ (મ્રટ્ઠટ્ઠિં-છેજંટ્ઠિઙ્મૈટ્ઠ ઈઝ્ર્‌છ) બેઠકમાં, સરકારે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ નો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતની આ ચિંતાને વાજબી ગણીને ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં ઉકેલ શોધવા સંમત થયું. તાજેતરમાં, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વેપાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન સરકારે ઑસ્ટ્રેલિયાને વિદેશી ટેક્સ સંબંધિત વિવાદોને ઉકેલવા વિનંતી કરી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે આ માટે સંમતિ આપી છે. નાસ્કોમે સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. સરકારની પ્રશંસા કરતા દ્ગછજીજીર્ઝ્રંસ્ એ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી વતી ઓસ્ટ્રેલિયા સામે અમારી સમસ્યાઓ મૂકવા બદલ સરકારનો આભાર. એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, ડીટીએએ હેઠળ વિદેશી કર (ઓફશોર ટેક્સેશન) વધારવો જાેઈએ નહીં. આટલું જ નહીં, સરકારના આ પગલા બાદ ઓસ્ટ્રેલિયન સરકારે ડીટીએએના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપી હતી.

ઓસ્ટ્રેલિયન પક્ષના લોકોએ કહ્યું છે કે, ડીટીએએનો મુદ્દો સંસદ દ્વારા ઉકેલવામાં આવશે. નાસકોમના પ્રમુખ દેબજાની ઘોષે જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે, આ દાયકા જૂનો મુદ્દો હવે ઉકેલાઈ જવાના માર્ગે છે. આ માટે સરકાર અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. જાન્યુઆરી ૨૦૨૨માં ટેક્નોલોજી ઉદ્યોગના નેતાઓ સાથે હ્લ્‌છ ના મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તમામ હિતધારકો પાસેથી ઇનપુટ્‌સ માંગવામાં આવ્યા હતા. નાસ્કોમ આ પગલાની પ્રશંસા કરે છે. ગયા અઠવાડિયે પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર અને રોકાણ મંત્રી ડેન તેહાન વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં ભારત-ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી અને કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયાના સમકક્ષ સ્કોટ મોરિસન પણ હાજર હતા. આ સમજૂતીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપારી સંબંધો વધારવા અને અવરોધો દૂર કરવા પર સહમતિ દર્શાવવામાં આવી હતી. બંને દેશો વચ્ચેની બેઠકમાં વિઝા નિયમો હળવા કરવા અને વિદ્યાર્થીઓને કૌશલ્ય અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે મહત્તમ મદદ પૂરી પાડવા પર સહમતિ સધાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here