આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાતે વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિમંડળ

0
284

“SRESTHA” ગુજરાત પ્રોજેક્ટ અંગે વિશ્વ બેંકની ટીમ અને આરોગ્ય મંત્રીશ્રી દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી

વિશ્વ બેંક દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આરોગ્યક્ષેત્રે સહાય આપવામાં આવી

SRESTHA” ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત અંદાજીત 500 અબજ ડોલર એટલે કે 3750 કરોડ ખર્ચ કરવામાં આવશે

 જેમાં વર્લ્ડ બેન્ક દ્વારા 350 અબજ ડૉલર એટલે કે 2625 કરોડ અને ગુજરાત દ્વારા 1125 કરોડના ખર્ચનું યોગદાન


વર્લ્ડ બેન્કના પ્રતિનિધીઓએ આજે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેન્ક તરફથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા SRESTHA(System Reform Endevours for Transformed Health Outcomes In Gujarat) ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 મિલિયન ડોલરની સહાય મંજૂર કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કરવામાં આવનારી કામગીરી અંગે વર્લ્ડ બેન્કની ટીમ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત રાજ્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાથેની ચર્ચા દરમિયાન વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓએ ગુજરાતના આરોગ્યમાળખાની પ્રશંશા કરીને રાજ્ય આરોગ્ય સેવાઓને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઇ જવાની ગુજરાત સરકારની નેમમાં સહભાગી થવા ઇચ્છા દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, SRESTHA ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સ્વાસ્થ્ય પ્રણાલિની ગુણવત્તામાં સુધાર લાવવા, આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી ગ્રામીણ અને શહેરીજનો સુધી પહોંચે તે માટે સેવાઓનું વિસ્તરણ કરવું, રાજ્યની રોગચાળા અટકાયત પ્રણાલીને સુદ્રઢ બનાવવી, રાજ્યમાં બિનચેપીરોગો અને માનસિક રોગોની સેવાઓની ગુણવત્તા વધારીને તેનો વ્યાપ વધારવો અને માતા અને બાળ પોષણસેવાઓની ગુણવત્તાને સુધારીને તેને વિસ્તરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જે પ્રોજેક્ટ માટે પંચવર્ષિય કુલ ખર્ચ આશરે 500 અબજ ડોલર એટલે કે 3750 કરોડ કરવામાં આવશે. જેમાં વર્લ્ડ બેન્ક દ્વારા 350 અબજ ડૉલર એટલે કે 2625 કરોડ ની સહાય આપવામાં આવશે. જ્યારે ગુજરાત દ્વારા પાંચ વર્ષમાં રૂપિયા 1125 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ગુજરાતની મુલાકાતે વિશ્વ બેંકના સભ્યોમાં શ્રી રાહુલ પાંડે, (ટાસ્ક ટીમ લીડર, શ્રેષ્ઠ-જી અને ઓપરેશન્સ ઓફિસર, વિશ્વ બેંક, નવી દિલ્હી) શ્રી એન્ડ્રુ સુનિલ રાજકુમાર, (કો-ટાસ્ક ટીમ લીડર, શ્રીસ્થા-જી, સિનિયર ઇકોનોમિસ્ટ (હેલ્થ), વર્લ્ડ બેંક, વોશિંગ્ટન ડીસી) ડો.(કુ.) એલિના પ્રધાન, (સિનિયર હેલ્થ સ્પેશ્યાલિસ્ટ, વર્લ્ડ બેંક, વોશિંગ્ટન ડીસી) ડો. (શ્રી) ગુરુ રાજેશ જેમી, (આરોગ્ય નિષ્ણાત, વિશ્વ બેંક, નવી દિલ્હી) ડો. (કુ.) નવનીત મનચંદા, (હેલ્થ ઇકોનોમિસ્ટ, વર્લ્ડ બેંક, નવી દિલ્હી) એ આરોગ્યમંત્રી શ્રી, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ , આરોગ્ય કમિશ્રર શ્રી શાહમિના હુસેન સાથે પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
………………………….
-અમિતસિંહ ચૌહાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here