શ્રાવણ અર્થાત શ્રવણ નક્ષત્રમાં આવતો મહિનો. દેવપોઢી એકાદશી થી ભગવાન વિષ્ણુ છ મહિના માટે શયન કરવા જાય છે ત્યારે સૃષ્ટિ ના સંચાલન ની જવાબદારી ભગવાન શિવ ને સોપે છે.આ કારણ થી ભગવાન શિવ ની શ્રાવણ મહિના માં ઉપાસના કરવામાં આવે છે.
સોમ એટ્લે ચંદ્ર. જેને ભગવાન શિવે મસ્તક પર ધારણ કર્યો છે. શિવ ને સોમ પ્રિય છે. એટ્લે સોમવારે પૂજા નું વિશેષ મહત્વ છે.પર ધાન ચડાવવાનો મહિમા
પવિત્ર શ્રાવણમાસ નો સોમવાર હોવાથી શિવમંદિરો માં અભિષેક માટે ભક્તોનો ધસારો
પુરાણ અને પંચાંગ માં શિવજી ને અભિષેક કરવાના નિયમો દર્શાવવામાં આવ્યા છે. ભાવિકો શિવલિંગ પર અજ્ઞાન વશ કોઈ પણ વસ્તુ થી અભિષેક કરે છે. શિવલિંગ પર સોમવારે ધન ચડાવાથી લાભ થાય છે. જેમાં અનુક્રમે ચોખા,કાળા તલ,મગ અને જવ થી અભિષેક કરવો જોઈએ. તેમજ જે શિવલિંગ ભૂમિ શિવલિંગ હોય, જેનું થાળું જમીનને અડીને હોય અને એમાં શિવલિંગ હોય. આ શિવલિંગ પર બેસીને જ અભિષેક થાય, ઊભા રહીને થાય નહીં. બીજું શિવલિંગ એવું હોય છે, જેનું થાળું સીધું જમીનને અડીને ન હોય. નીચેના ભાગે ઊંધા ડમરુ જેવા આકારનું આસન હોય અને એની ઉપર થાળું હોય. તેવા શિવલિંગને વિષ્ણુ શિવલિંગ કહે છે અને આ પ્રકારના શિવલિંગ પર ઊભાં ઊભાં જ અભિષેક થાય. આ માત્ર પ્રાણપ્રતિષ્ઠિત શિવલિંગની વાત છે. ઘરે સ્થાપિત કરેલા શિવલિંગ પર બેસીને અભિષેક કરાય.