આજથી સરોગસી કાયદો અમલમાં લાઇફમાં હવે એક જ વાર સરોગેટ મધર બની શકાશે

0
33

લાઇફમાં હવે એક જ વાર સરોગેટ મધર બની શકાશે, નહીં તો 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા

બાળકો હોય તે જ માતા કૂખ ભાડે આપી શકે,સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું.

કૂખ ભાડે આપનારનો 36 મહિનાનો વીમો જરૂરી, રૂપિયા પણ આપી ન શકાય

સાંપ્રત જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here