અરવિંદ કેજરીવાલ ગુજરાતના અમદાવાદ શહેરની મુલાકાતે ,આપ્યા અનેક વચનો

0
123

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે.

          આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે.કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે. ભાજપના નેતાઓ કોઈનું સાંભળતા નથી.અમે આમ આદમી પાર્ટીનું પોઝિટિવ કેમ્પઈન ચલાવીએ છીએ.ગુજરાતમાં અમે શિક્ષણ અને આરોગ્યની ગેરેન્ટી આપવા આવ્યા છીએ.

         મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્લીમાં શિક્ષણ ક્રાંતિ શરૂ થઈ છે.દિલ્લીમાં દરેક બાળકને ફ્રી શિક્ષણ મળે છે. પંજાબમાં પણ સારી સ્કૂલો શરૂ કરી રહ્યા છીએ. અમે કહીએ છીએ કે ગુજરાતના દરેક બાળક માટે ખૂબ જ સારી શિક્ષણ વ્યવસ્થા લાવીશું. અમે ગામડા અને શહેરની સ્કૂલોને શ્રેષ્ઠ બનાવીશું. અમે ગેરેન્ટી આપીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનશે તો ફ્રી અને શાનદાર શિક્ષણ મળશે. શિક્ષકોની ભરતી કરીશું. ક્યાંય શિક્ષકો ઓછા નહી પડે. ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે. તેમની ફી વધારો નહિ કરવા દઈએ.

        ગુજરાતમાં 1 કરોડ બાળકો સ્કૂલો જાય છે.53 લાખ બાળકો સરકારી શાળામાં જાય છે.બાકીના ખાનગી શાળા માં જાય છે. સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.ગુજરાતના 1 કરોડના બાળકોનું ભવિષ્ય સુધરશે. કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં સરકારી ડિસ્પેન્સરી ખરાબ છે. ખાનગી હોસ્પિટલમાં એક બીમારીની સારવાર માટે જમીનો પણ વેચવી પડે એમ છે. દિલ્લીમાં સરકારી હોસ્પિટલ અને મોહલ્લામાં  ક્લિનિક સારા બનાવ્યા છે. અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં દરેક વ્યક્તિને મફતમાં સારવાર મળશે અને સારી મળશે. દવાઓ, ઓપરેશન વગેરે મફતમાં થશે. કોઈની પાસે BPL કાર્ડની માંગણી નહીં કરાય.દરેક ગામમાં અને વોર્ડમાં મોહલ્લામાં  ક્લિનિક ખોલીશુ.

       દરેક સરકારી હોસ્પિટલને અમે AC ખાનગી હોસ્પિટલ જેવી બનાવીશું.કોઈનો અકસ્માત થાય તો તેનો મફતમાં સારવાર કરીશું. સારામાં સારી ખાનગી હોસ્પિટલમાં પણ મફતમાં સારવાર કરાવીશું. એક મહિના પહેલા આવ્યો હતો ત્યારે પૂર્વ સૈનિકોની માગ હતી કે જે શહીદ થાય તેને યોગ્ય વળતર નથી મળતું. દિલ્લીમાં એક કરોડ આપીએ છીએ.ગુજરાત સરકારે જે આજે જાહેરાત કરી એ માટે તેમનો આભાર છે. ગુજરાતમાં માત્ર સૈનિક નહિ પોલીસ માટે પણ કરો.ગુજરાતમાં ત્રણ મહિના પછી ચૂંટણી છે એટલે આ જાહેરાત કરી છે. જે શહીદ થયા છે તેને 10 દિવસમાં 1 કરોડ આપો.ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓના પગાર ઓછા છે.અમારી સરકાર બનશે તો તેમની તમામ માંગો પુરી કરીશું. દરેક ડ્રાઇવર અને કંડકટરને કહો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે.

        લોકો સાથે સંવાદ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ હોટલ પર પરત ફરશે. બીજા દિવસે 23 ઓગસ્ટે તેઓ ભાવનગર જવા રવાના થશે. જ્યા તેઓ યુવા અને શિક્ષા બાબતે લોકો સાથે સંવાદ કરશે. ભાવનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે અને બાદમાં દિલ્લી પરત ફરશે.તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા.

આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ , અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ઉપર હુમલો થઈ શકે છે જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી,ભાવનગર એસપીને આવેદનપત્ર આપી સુરક્ષાની માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here