છેલ્લા કેટલાક સમય થી દરેક વસ્તુ માં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.વેપાર-ધંધાની મંદી ચાલી રહી હોય અને ઉપરથી પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો. આવો ત્રાસ સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવણો સમય આવ્યો છે.
અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં અમુલ ના દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ 17મી ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.. પાછલા 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલા ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધ માં ભાવવધારો આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આમ દૂધના ભાવમાં 4 ટકાનો વધારો.
દૂધના નવા ભાવ
ક્રમ | દૂધનો પ્રકાર | પેકીંગની વિગત | નવો ભાવ (રૂ.) |
1 | અમૂલ ગોલ્ડ | 500ML | 31 |
2 | અમૂલ તાજા | 500ML | 25 |
3 | અમૂલ શક્તિ | 500ML | 28 |