પોલીસ વિભાગ દ્વારા અન્ય ૭૦૦ ટીઆરબીના જવાનોની ભરતી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસના મુખ્યાયલને મળેલી ફરિયાદોને આધારે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય શહેરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પણ લાંચ લેતા અને કામના કલાકો દરમિયાન ગાયબ રહેતા જવાનોની ઓળખ કરવામાં આવી હતી. સસ્પેન્ડ થયેલા જવાનોમાંથી અમુકને એસજી હાઈવે, એક્સપ્રેસ હાઈવે, એસપી રિંગ રોડ, એરપોર્ટ સર્કલ, ઈન્દિરા બ્રિજ સર્કલ, નવા નરોડા વગેરે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે જ પોલીસ સામે તવાઈ બોલાવતા પોલીસે લખેલા બોર્ડ અને સ્ટીકર મારી ફરી રહ્યા હોવાનું સામે આવ્યું. જ્યારે સૌથી વધુ હેલ્મેટ ન પહેરી બ્લેક ફિલ્મ લગાવવાનો દંડ વસુલવામાં આવ્યો હતો.છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરી રહી છે.
લોકો નિયમોનો ભંગ કરતા લોકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી કરાતી હોય છે. હેલ્મેટ વગરના ૯૫ કેસ, લાયસન્સ વગરના ૧ કેસ, એચએસઆરપી નંબર પ્લેટ વગરના ૧ કેસ, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવવાના ૧૮ કેસ, ડાર્ક ફિલમના ૯ કેસ, નંબર પ્લેટ વગરના ૧ કેસ, સીટ બેલ્ટ વગર ના ૩ કેસ, કુલ ૧૨૮ કેસ કરી ૫૭,૩૦૦ ના દંડની વસુલાત કરાઈ હતી. પોલીસ ટ્રાફિક બુથમાં મોટું પરિવર્તન આવ્યું છે. પંચવટી બાદ યુનિવર્સિટી પાસે અલગ ડિઝાઇનના ટ્રાફિક બુથનું નિર્માણ થયું છે. યુનિવર્સિટી પાસે વોકી ટોકી થીમ પર ટ્રાફિક બુથ બનાવવામાં આવી છે. નવા અંદાજમાં બનેલ ટ્રાફિક ચોકી લોકો માટે પણ આકર્ષક નું કેન્દ્ર બની છે. આ પહેલા પંચવટી સર્કલ પાસે પણ અનોખા અંદાજમાં ટ્રાફિક બુથ બનાવવામાં આવ્યું છે જે બાદ હવે ગુજરાત યુનિવર્સિટીની પાસે બનેલી ચોકીમાં પેન્ટ્રી અને વોશરૂમ સહિતની વ્યવસ્થા રાખવામાં આવશે.
આગામી દિવસમાં અમદાવાદમાં ૨૦૦ જેટલા આવા અનેક ટ્રાફિક બુથ નું નિર્માણ થશે.અમદાવાદમાં ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના ૭૦૦ જેટલા જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દેવાયાં છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના સંચાલનમાં ઢીલાશ વર્તાતી હોવાને કારણે ગંભીર અકસ્માતના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે સંદેશો આપી દીધો છે કે, ડ્યુટી પર ગેરરીતિ, સહન કરવામાં આવશે નહીં.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper