આ આયોજન પ્રદેશ મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ અર્ચનાબેન ઠાકર અને હિરલબેન દેસાઈ દ્વારા કરાયુ
ગુજરાત પ્રદેશ ભાજપ ની આ બંને મહિલાઓ એ નવી મતદાતા મહિલાઓ ને નાઈકા દેવી ફિલ્મ બતાવી સદસ્યતા અભિયાન માં જોડી ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.આ અવસરે પૂર્વ ધારાસભ્ય શ્રી માયાબેન કોડનાની જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પોલિસી એન્ડ રીસર્ચ ના સભ્ય ધર્મિષ્ઠા બેન બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમ ની સાથે ૧૨૫ બહેનો ને ભાજપ ના સદસ્યતા અભિયાન સાથે જોડી નવો રાહ ચીંધ્યો હતો.
ભારતવર્ષ ના ઈતિહાસ મા અનેક વીર અને વીરાંગનાઓ માતૃભૂમિ ના રક્ષણ કાજે પ્રાણ ની આહુતિ આપી ચૂકયા છે. ગુજરાત ની ભૂમિ પર જન્મેલી અને ભૂલાયેલી વીરાંગના નાયિકા દેવી ના જીવન પર બનેલી ગુજરાતી ફિલ્મ આધુનિક સમય ની સ્ત્રીઓ ને શક્તિ પ્રદાન કરે છે.આ ગુજરાતી ફિલ્મ તમામ મહિલાઓ દ્વારા આતુરતાથી નિહાળવામાં આવી હતી.જ્યારે ફિલ્મમાં નાયકાદેવીની વીરતાને દર્શાવતા દ્રશ્યો પ્રસ્તુત થતાં જ બહેનો દ્વારા ખુશ થઈ હર હર મહાદેવ તેમજ ભારત માતાકી જયના નારા સાથે ઝોમ અને જુસ્સાનું પ્રદર્શન કરવામાં આવ્યું.અત્યારના સમયમાં દરેક સ્ત્રીએ પ્રસંગોપાત ધર્મ અને સમાજ માટે નાયકાદેવી જેવી વીરતા બતાવવી જ જોઈએ એવા વિચારો સાથે તમામ બહેનો ફિલ્મ નિહાળ્યા બાદ છૂટી પડી.
હિરલબેન પી દેસાઈ એ વડનગરના વતની છે. અને જ્યારે વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગર ની ભૂમિ પરથી આવતા હોય અને શાનદાર કાર્યક્રમો દ્વારા બહેનોનો ઉત્સાહ વધારે એ સ્વાભાવિક છે.હિરલબેન દેસાઈ નું એક જ લક્ષ્ય અને એક જ ધ્યેય.;
“પોતાનો પરિવાર એટલે ભાજપ પરિવાર”