અમદાવાદમાં ૨ દિવસમાં માસ્ક વિના પાસેથી ૧૮ લાખ દંડ વસૂલાયો

0
49

છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. મંગળવારે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં શહેર અને જિલ્લામાં ૧૩૧૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં ૬૧ અને જિલ્લામાં ૧૧ દર્દી એમ કુલ ૭૨ દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે. શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદમાં ઓમિક્રોનના ૨ કેસ નોંધાયો છે, જેમાં ૧ પુરુષો અને ૧ મહિલા ઓમિક્રોન સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં ૫૯ ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી ૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

અમદાવાદ શહેરમાં મનવા ૨૧ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી ૪૪ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. આમ હવે શહેરમાં કુલ ૬૫ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અલમમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૨૦૩ જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે. જેમાં સેટેલાઈટના શ્યામ વૃંદ એપાર્ટમેન્ટમાં ૪ મકાનમાં ૧૯ વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝ્‌યુરીયઝમાં ૪ મકાનમાં ૨૧ વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં ૮ મકાનમાં ૧૩ વ્યક્તિ, શાહિબાગના શિલાલેખમાં ૮ મકાનમાં ૩૩ વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં ૧૨ મકાનના ૫૭ વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં ૨૮ મકાનમાં ૧૧૩ વ્યક્તિ, ઘોડાસરના મધુવન પ્લેટમાં ૧૬ મકાનમાં ૫૮ વ્યક્તિ, બોપલના પલક એલિનામાં ૨૦ મકાનમાં ૬૨ વ્યક્તિઓને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.

અમદાવાદથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જર માસ્ક પહેર્યા વગર પહોંચી ગયો હતો. જેથી તેને માસ્ક પહેરવા ફ્લાઈટના ક્રૂમેમ્બર્સે સૂચના આપતા પેસેન્જરે તેમની સાથે વિવાદ કર્યો હતો. જેથી ક્રૂમેમ્બર્સે પાયલટને જાણ કરતા પાયલટે પણ તેને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. પરંતુ પેસેન્જરે માસ્ક પહેરવાનો ઈન્કાર કરી પાયલટ સાથે રકઝક કરતા એરલાઈન્સના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં પહોંચી તેને ફ્લાઈટમાંથી ઉતારી મૂક્યો હતો. કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા અને એરલાઈન્સના સ્ટાફ સાથે રકઝક કરવા માટે તેની સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.ગુજરાતમાં કોરોનાએ તમામ મર્યાદાઓ વટાવી દીધી છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાય છે. પરંતુ અમદાવાદીઓને બેદરકારી હવે ભારે પડી રહી છે. શહેરમાં પોલીસ પણ હવે લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક અમલવારી કરી રહી છે. રાત્રિ કર્ફ્‌યૂથી લઈને માસ્કના દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં લાપરવાહ બનીને માસ્ક વિના ફરતા ૧૮૫૦ લોકોને દંડવામાં આવ્યાં છે. માસ્ક વિનાના લોકો પાસેથી માત્ર બે જ દિવસમાં ૧૮ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં કેસો વધવાથી જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનાર પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here