મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગતા તેઓએ નારોલ પોલીસમાં ફરિયાદ માટે કાર્યવાહી કરી
સરદારનગરમાં પણ તાજેતરમાં દારૂડિયાએ ઘરમાં ઘુસીને મહિલાની છેડતી કરી હતી
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા મોટો સવાલ બની ગઈ છે. શહેરમાં મહિલાઓ પર અત્યાચારો વધી ગયાં છે. એટલું જ નહીં ઘરમાં ઘુસીને અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરતાં હોવાની ફરિયાદ પણ નોંધાય છે. ત્યારે શહેરમાં ફરીવાર મહિલા સુરક્ષાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતી યુવતીની એકલતાનો લાભ લઈને બે યુવકો તેના ઘરે પહોંચ્યા હતાં. એક યુવકે ઘરમાં ઘુસીને તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે એમ કહીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ સમારેલા શાકભાજી અને ઘરનું તાળું છુટુ મારતાં યુવક ત્યાંથી ભાગી ગયો હતો.
ઘરમાં યુવતી એકલી હોવાથી નરાધમોએ જબરદસ્તીનો પ્રયાસ કર્યો
આ ઘટનાને લઈને મહિલાના પરિવારજનોએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી અને નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવા માટે લઈ જવાઈ હતી.નારોલ વિસ્તારમાં એક પરિવારમાં માતા- પિતા,ત્રણ બહેનો અને એક નાનો ભાઈ સાથે રહે છે. બધાં છૂટક કામ કરતા હોવાથી બહાર હતા. નાનો ભાઈ રમવા ગયા હતા. તે મોકાનો ફાયદો ઉઠાવી નારોલ ગામનાં જ બે વ્યક્તિ ઘરે આવ્યા. તેમાંથી એકની આશરે ઉમર 55 વર્ષ અને બીજાની ઉંમર આશરે 35 વર્ષની હતી. બેમાંથી એક વ્યક્તિ ઘરની બહાર ઊભો રહ્યો ને એક વ્યક્તિ ઘરની અંદર ગયો હતો.
ઘરમાં એકલી રહેલી યુવતી સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરી
મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી
તેણે યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે શારીરિક સંબંધો રાખવા માંગુ છું.અચાનક જ તેણે યુવતીને ધક્કો મારી નીચે પાડી તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પોતાના સ્વબચાવ માટે સમારેલા શાકભાજી અને ઘરનું તાળું છૂટું માર્યું હતું. જેથી યુવક ડરી અને તેના સાથીદાર સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારજનો ઘરે આવતા સાચી હકીકતની જાણ કરી હતી. તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. હેલ્પલાઇન ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરી અને નારોલ પોલીસ સ્ટેશનમાં આઆ મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરાવવા માટે લઇ ગયા હતા.
સરદારનગરમાં દારૂડિયાએ ઘરમાં ઘૂસીને મહિલાની છેડતી કરી
ત્રણેક દિવસ પહેલાં જ સરદારનગર વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. રાત્રીના 9 વાગ્યે મહિલાનો પતિ જમીને ચાલવા માટે નિકળ્યો હતો. આ દરમિયાન કલ્પેશ ચંદ્રકાન્ત ગુજજર મહિલાના ઘરમાં ગાળો બોલતો બોલતો ઘુસી ગયો હતો. જેથી મહિલાએ ગાળો કોને ગાળો બોલો છો કહેતા આરોપી કલ્પેશે ક્યા ગયો તારો પતી તેમ કહી મહિલાને શારિરીક અડપલા કર્યા હતા. દારુના નશામાં ધુત કલ્પેશને મહિલાએ ધક્કો માર્યો અને બુમા બુમ કરતા આરોપી ભાગી ગયો હતો.આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. મહિલાના પતિ તેના મિત્ર સાથે બહાર ગયા હતા ત્યારે તેમના મિત્રના બાઇક સાથે કલ્પેશની કાર અથડાઇ હતી. આ સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં કલ્પેશ ત્યાથી જતો રહ્યો અને ઘરે જઇ ગાળો ભાડી મહિલાની છેડતી કરી હતી. આ અંગે એપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.