અમદાવાદમાં શહેરકોટડા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતાં તે રસ્તે જનાર અસામાજિક તત્વોને શોધવા કામ કરી રહી હતી. આ દરમિયાન કૈલાશનગરના ગેટ પાસે કેટલાક લોકો ટોળે વળીને ઉભા હતાં. પોલીસને જાેઈને કેટલાક ત્યાંથી ભાગી ગયા હતાં. જ્યારે એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતાં પોલીસે તેને અહીં શું કરો છો? કોણ કોણ બેઠા હતાં તેવો સવાલ કર્યો હતો. તમને કાલે પણ અહીં નહીં આવવાનું કહ્યું હતું. તે છતાંય અહીં આવીને લોકોને કેમ હેરાન કરો છો કહીને પોલીસ સાથે બબાલ શરૂ કરી હતી. આ જીતેન્દ્ર અન્ય કોઈ નહીં પણ પોતે આર્મ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કંઈ વધુ બોલે તે પહેલાં જ શર્ટનો કોલર પકડી બબાલ શરૂ કરી હતી.
જીતેન્દ્ર અગાઉ મારામારી, પ્રોહિબિશન, રાયોટિંગ જેવા ગુના આચરી ચૂક્યો છે. જેથી હવે શહેરકોટડા પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરી અન્ય છ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે. તે ઉપરાંત પોલીસને લોકોના મિત્ર બનીને કામ કરવાની તાકિદ કરવામાં આવી છે. તે છતાંય કેટલાક પોલીસ કર્મીઓ ગુનેગારો સાથે ભળીને રહેતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરકોટડા વિસ્તારમાં કેટલાક લોકો અંધારામાં બેઠા હતાં. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓએ તેમને જાેતાં પુછ્યું ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં પણ એક કોન્સ્ટેબલ મળી આવ્યો હતો જેની પુછપરછ કરતાં તે ઉશ્કેરાઈ ગયો અને પોલીસની ટીમ સાથે બબાલ કરવા લાગ્યો હતો. તેણે પોલીસની ટીમને અહીં આવવાની ના પાડી છે છતાંય કેમ હેરાન કરો છો કહીને બબાલ કરી હતી. આ બનાવ બાદ શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.