- અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ગાયોને ઘાસ ખવડાવતા લોકો નજરે પડ્યા
ઉત્તરાયણના દિવસે દાન કરવાનું અનેરૂ મહત્વ હોય છે.ત્યારે આજના દિવસે વહેલી સવારથી અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ગાયોને ઘાસ ખવડાવતા લોકો નજરે પડ્યા છે. સામાન્ય દિવસો કરતા લીલા ઘાસચારાની આજે મોટા પ્રમાણમાં માંગ પણ હોય છે. જેથી દૈનિક મર્યાદિત માત્રામાં ઘાસચારો લઈને ઊભા રહેતા લોકો આજે મોટા જથ્થામાં લીલા ઘાસચારો વેચી રહ્યા છે.