આજ રોજ અમદાવાદ સીતાવન ફાર્મ ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ જીના માર્ગદર્શન હેઠળ રાજ્યસ્તરે શરૂ થયેલ પેજ સમિતિ અભિયાનની રચનાને પૂર્ણ કરવા સંકલ્પના લક્ષ્ય સાથે અમદાવાદ જિલ્લાનાં તમામ તાલુકા મંડળોના ૨૨૧ શક્તિ કેન્દ્રો ઉપર વિસ્તારક યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ યોજના અંતર્ગત વિસ્તારકો તા:૨૭ જાન્યુ. થી ૩ ફેબ્રુઆરી સુધી પ્રત્યેક બુથમાં જઈ અને પેજ સમિતિનાં આયોજન અને આગામી સંગઠન કાર્યો અંગે કામગીરી કરશે.
આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, , જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ, જિલ્લા પ્રભારી શ્રી વર્ષાબેન દોશી ,ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તથા જિલ્લાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ચિરાગ પટેલ સાણંદ