અભિનેત્રી આલિયા ભટ્ટ હવે હોલિવુડમાં ધમાલ મચાવશે

આલિયા ભટ્ટ નેટફ્લિક્સની ઓરિજનલ ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યુ કરશે

0
132
Alia bhatt

આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈ ઘણી ચર્ચામાં છે. તેમની ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી. બોલિવુડ બાદ આલિયા હવે હોલિવુડમાં પોતાનો કમાલ દેખાડવા માટે તૈયાર છે. રિપોર્ટસ મુજબ આલિયા નેટફ્લિક્સની ઓરિજનલ ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મનું નામ હાર્ટ ઓફ સ્ટોન છે. આ ફિલ્મમાં આલિયાની સાથે હોલિવુડની જાણીતી અભિનેત્રી ગેલ ગેટોડ હશે. ફેન્સ હવે આ સમાચાર જાણ્યા બાદ ઘણા ખુશ છે અને બંને અભિનેત્રીઓને સાથે દેખવા માટે ફેન્સ ઘણા આતુર છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વિશે ટ્‌વીટ કર્યુ. આલિયા ભટ્ટ હોલિવુડ ડેબ્યુ કરી રહી છે અને તે ગેલ ગેટોડની સાથે નેટફ્લિક્સ ફિલ્મમાં નજર આવશે. તે સ્પાઈ થ્રિલર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં નજર આવશે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્‌ડવાઈડ ૧૦૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here