અભિનેત્રી અનિતા રાજ બીજી વખત કોરોના પોઝીટીવ થઈ

0
42

શો છોટી સરદારનીમાં કુલવંત કૌરનું પાત્ર ભજવનાર અનિતા રાજ વિશે માહિતી આપતા યુનિટના એક વ્યક્તિએ કહ્યું કે અનીતા મેમ ગઈ કાલે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને હાલમાં તેણે પોતાને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. શોના સમગ્ર યુનિટે કોવિડ ટેસ્ટ કરાવ્યો છે અને સદનસીબે, અન્ય કોઈને ચેપ લાગ્યો નથી. અમે સેટને ફ્યુમિગેટ અને સેનિટાઇઝ કર્યો છે. શોની ટીમ સાથે સંકળાયેલા આ વ્યક્તિએ વધુમાં કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તમામ પ્રોટોકોલનું પાલન કરવા અને વધારાની સાવચેતી રાખવા છતાં અમારી ટીમનો એક સભ્ય કોવિડ પોઝિટિવ આવ્યો છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.

અહેવાલ મુજબ, જ્યારે આ બાબતે અનિતા રાજનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. આ બીજી વખત છે જ્યારે અનિતા રાજને કોરોના આવ્યો છે. અગાઉ, ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેણી કોરોના વાયરસથી સંક્રમિત મળી હતી. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં અનિતા રાજ પર કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. એક અનિતા રાજ પર કેટલાક મિત્રોને તેના ઘરે પાર્ટીમાં બોલાવવાનો આરોપ હતો. મામલો પોલીસ સુધી પહોંચતા વધુ સમય ન લાગ્યો. અનિતા જ્યાં રહે છે, તેના ચોકીદારે આ અંગે પોલીસને જાણ કરી હતી.

જાે કે, અનિતા રાજે આ બાબતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી કે તેણે પાર્ટી માટે ઘરે કોઈને આમંત્રણ આપ્યું નથી. તેણે કહ્યું કે તેનો પતિ ડોક્ટર છે અને તેના એક મિત્રને મેડિકલ ઈમરજન્સી હતી. તેથી તે તેની પત્ની સાથે અભિનેત્રીના ઘરે મદદ માટે આવ્યો હતો. જ્યારે પોલીસને ફરિયાદ નકલી લાગી તો તેઓએ અભિનેત્રીની માફી પણ માંગી લીધી હતી. પીઢ એક્ટ્રેસ અનિતા પોતાની ફિટનેસને લઈને અવારનવાર ફેન્સની વચ્ચે રહે છે. આ ઉંમરે પણ તેના બોડીને ફિટ રાખવાનો તેનો જુસ્સો ફેન્સને પણ ગમે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને મુંબઈમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા કલાકારો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. હવે આ યાદીમાં પીઢ અભિનેત્રી અનિતા રાજનું નામ પણ ઉમેરાયું છે. જે ફરી એકવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં અનિતા રાજ ક્વોરેન્ટાઇનમાં છે. જેની જાણકારી તેના શો ‘છોટી સરદારની’ની ટીમ યુનિટ દ્વારા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here